પ્રિયંકા ગાંધીએ ચૂંટણી એફિડેવિટમાં રૂ.77.55 કરોડની સંપત્તિ જાહેર કરી

વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રથમ વાર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમની ચૂંટણી એફિડેવિટ જાહેર કર્યું હતું કે તેમના અને તેમના પતિ રોબર્ટ વાડ્રાએ પાસે કુલ રૂ.77.55 કરોડની જંગમ અને સ્થાવર મિલકતો છે. પ્રિયંકા પાસે રૂ.4.25 કરોડની જંગમ સંપત્તિ છે. તેમાં રૂ.52,000 રોકડ, ત્રણ બેન્ક ખાતામાં રૂ.3.67 લાખ, રૂ.25 કરોડનું મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને રૂ.1.45 કરોડના સોના-ચાંદીનો સમાવેશ થાય છે.

પ્રિયંકાએ રૂ.7.74 કરોડની સ્થાવર સંપત્તિ પણ જાહેર કરી હતી, જેમાં નવી દિલ્હીમાં ચાર એકરથી ઓછી વારસાગત ખેતીની જમીન અને હિમાચલપ્રદેશના શિમલા જિલ્લામાં રૂ.5.64 કરોડના રેસિડેન્શિયલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે.
તેમના પતિ રોબર્ટ વાડ્રાની પાસે રૂ.37.92 કરોડની જંગમ સંપત્તિ છે, જેમાં રૂ. 2.18 લાખની રોકડ અને રૂ. 27.64 કરોડની સ્થાવર મિલકતો છે. તેમની સ્થાવર મિલકતોમાં ગુડગાંવ અને નોઈડામાં ચાર કોમર્શિયલ મિલકતો છે. તેમની નાણાકીય જવાબદારીઓ રૂ.10.03 લાખ છે.

કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડરા વારંવાર સરકારની ટીકા કરે છે, પણ આશ્ચર્ય એ વાતનું છે કે તેમના રોકાણમાં સરકારી અથવા પીએસયુ કંપનીઓનો મોટો હિસ્સો છે. વાયનાડમાંથી ચૂંટણી મેદાને ઉતરેલા પ્રિયંકાના પોર્ટફોલિયોમાં સરકારી કંપનીઓના શેરનું મૂલ્ય ૧૮ ઓક્ટોબરે રૂ.૧૯,૦૮,૮૭૫ હતું.

પહેલી વખત ચૂંટણી મેદાનમાં ઝંપલાવનાર પ્રિયંકા ગાંધીએ એફિડેવિટમાં રોકાણની માહિતી આપી હતી. તેમનું કુલ ૧૮ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ છે, જેમાં છ સરકારી કંપનીઓ છે. ૧૮ ઓક્ટોબરે પ્રિયંકાના શેર પોર્ટફોલિયોનું કુલ મૂલ્ય રૂ.૬૫,૭૨,૦૧૨ હતું. જેમાં સરકારી કંપનીઓના શેર્સની કિંમત રૂ.૧૯,૦૮,૮૭૫ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *